મોરબી તાલુકાના મકનસર ગામના પ્રેમજીનગરમાં આઠ મહિના પહેલાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગવા ગયેલા એક યુવક પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે બેરહેમીપૂર્વક હુમલો કર્યો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પ્રેમજીનગર મકનસર ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઇ દેવજીભાઇ ચાવડા (ઉ.વ. ૩૪) એ આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવા તથા લાલો પોપટભાઈ રાણવા રહે. બંને પ્રેમજીનગર મકનસર તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી જયેશભાઈને આજથી આઠ મહિના પહેલા હાથ ઉછીના બે હજાર આપેલ તે માંગવા આરોપી જયેશભાઈના ગેરેજ પાસે જતા આરોપીને સારૂ નહિ લાગતા જેમફાવે તેમ ગાળો દેતા ફરીયાદી ગાળો દેવાની ના પડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય જતા પાઈપ વતી ફરીયાદીને શરીરે જેમફાવે તેમ મારમારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.