મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાંકાનેર તાલુકા વિસ્તારમા કણકોટ ગામની સીમમા બિલેશ્વર મહાદેવ મંદિર પાસે સરકારી જમીનમા ગેરકાયદેસર ખાણ ખનિજ ચોરી અંગે બે ઇસમોને વાહનો સાથે મોરબી એલ.સી.બી. તથા ખાણ ખનીજની ટીમે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફ તેમજ મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખી આ કાર્યવાહિ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમા બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તે વોકળા પાસેથી વાહનો જે.સી.બી. રજી નંબર GJ-36-52246 કિં.રૂ.30,00,000 તથા ટ્રક ડમ્પર રજીસ્ટર નંબર GJ-02-XX-6442 કિં.રૂ.25,00,000 મળી કુલ મુદામાલ કીં.રૂ. 55,00,000 ના મુદામાલ સાથે આરોપી પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા તથા મહેન્દ્રભાઇ કાળુભાઇ મકવાણા રહે. કણકોટ તા.વાકાનેરવાળા ઇસમોને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખાણ ખનિજ પ્રવૃત્તિ કરી વહન કરતા પકડી પાડી મુદામાલ કબજ`કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે