Homeગુજરાતમોરબીચરાડવા નજીક થયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત મામલે ડમ્પર ચાલાક વિરુદ્ધ ફરિયાદ...

ચરાડવા નજીક થયેલા અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત મામલે ડમ્પર ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદ-મોરબી હાઇવે પર અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોરબી રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ સામે એક બેકાબૂ ટ્રક ડમ્પરના ચાલકે કિયા સેલ્ટોસ કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ૦૫ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૦૨ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા પ્રકાશભાઈ હમીરભાઇ ડઢૈયા (ઉ.વ.૩૩) એ આરોપી ટ્રક ડમ્પર રજીસ્ટર નંબર જીજે-૧૩- એ.એક્સ-૫૨૮૭ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા ઇજા પામનાર તથા પાંચેય એમ બધા કીયા સેલ્ટોસ ગાડી નં-જી.જે-૩૬ -એ.એફ-૭૦૭૫ વાળી લઇ મોરબી જતા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ડમ્પર નંબર-જી. જે-૧૩ –એ.એક્સ-૫૨૮૭ વાળુ ઇટાનો સીરામીક કારખાના માથી અચાનક બહાર કાઢી રોડ ઉપર આજુબાજુ જોયા વગર કે કોઇ જાતનુ સીગ્નલ આપ્યા વગર બન્ને રોડની વચ્ચે આવેલ રોડની કટમા જવા માટે અચાનક પોતાનુ ટ્રક ડમ્પર રોડની વચ્ચે આડુ નાખી કીયા ગાડી સાથે ટ્રક ડમ્પરનુ એકસીડન્ટ કરી ફરીયાદીને ડાબા હાથમા ફેકકર તેમજ મોઢા ઉપર તેમજ શરીરે ઇજાઓ કરી તથા અન્ય સાથી દિલીપભાઇને પણ ઇજાઓ કરી તેમજ ગાડીમા બેસેલ ભરતભાઇ પ્રભુભાઇ તથા પ્રેમજીભાઇ શંકરભાઇ તથા સુરેશભાઇ વિસાભાઇ તથા વિરમભાઇ ભીમાભાઇ તથા પરેશભાઇ દિલીપભાઇ નાઓને ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી પાચેયના મોત નીપજાવી પોતાના હવાલા વાળો ટ્રક ડમ્પર લઇ સ્થળ ઉપરથી નાશી ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular