મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ સ્ટાફસ્ટાફ શનાળા રોડ પર આવેલી સત્યમપાન વાળી શેરીમાં હોય ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલો એક એક્ટિવા ચાલક પોલીસને જોઈને નાસવા લાગ્યો હતો. શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો કરી તેને થોડે દૂર રોકી તલાશી લેતા આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -08 કિંમત રૂપિયા 960 તથા એક્ટીવા રજીસ્ટર નં. GJ-10-EF-0907 કિંમત રૂપિયા 50000 મળિ કુલ કિંમત રૂપિયા 50960 ના મુદામાલ સાથે આરોપી વિજયભાઈ રાજેશભાઈ માણેક (ઉ.વ. ૨૬), રહે. અંજની એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૪, સત્યમપાન વાળી શેરી, શનાળા રોડ, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા મોરબી લીલાપર રોડ પર રહેતા મનોજભાઈ નામના શખ્સે આ જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.