વાંકનેર તાલુકાના તીથવા ગામે પડોશમાં રહેતા પરિવારો વચ્ચે અવારનવાર રાખવામાં આવતી ખોટી શંકા-કુશંકાના કારણે મામલો બિચક્યો હતો. રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી બે યુવતીઓને ઇજા પહોંચાડવામાં આવી હોવાની ચાર શખ્સો વિરુદ્ધ વાંકનેર તાલુકા પોલીસ મથકભા ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામના લાલશાહનગર ધાર વિસ્તારમાં રહેતા મુમતાજબેન સલીમશા શાહમદાર (ઉ.વ. ૪૨) એ આરોપી યુનુશભાઈ કાળુભાઈ હાલો યાસ્મીન બેન યુનુસભાઈ હાલ રહે બંને તીથવા ગામ તથા સમીરભાઈ આદમભાઈ દલપોત્રા તથા મુસ્તાકભાઈ ઉર્ફે મુસો હાજીભાઈ દલપોત્રા રહે. બંને વાલાસણ ગામ વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર ર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના પાડોસમાં રહેતા આરોપી યુનુશભાઈ તથા યાસ્મીનબેન અવાર નવાર ફરીયાદી પર ખોટી શંકા કુશંકા કરી આરોપ નાખી બોલાચાલી કરતા હોય અને પાડોશી હોય અવાર નવાર આવુ બનતુ જેથી ફરીયાદિએ ધ્યાને નહી લીધેલ અને અચાનક જ ફરીયાદિના ઘરે આવી ફરીયાદિસાથે ઝઘડો કરી આરોપી સમીરભાઈએ લોખંડના પાઈપ વડે ફરીયાદીના દિકરી જસ્મીનને વાસાના ભાગે ઇજા કરી તેમજ આરોપી મુસ્તાકભાઈએ સાથી સાનીયાને ઢીકાપાટુ મારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ તમામે ભુંડી ગાળો આપી ફરીયાદી તથા સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.