Homeગુજરાતમોરબીવાંકાનેરમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ, રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેરમાં ખનીજ માફિયાઓ પર ત્રાટકી પોલીસ, રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ગેરકાયદેસર ખનીજનુ ખનન તેમજ ખનીજનુ વહન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ ૧,૧૦,૦૦,૦૦૦/-(એક કરોડ દસ લાખનો) મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વગર માટીનું ગેરકાયદેસર ખનન થતુ હોવાની બાતમી મળેલ જે અનુસંધાને ઓળ ગામની સીમ વિસ્તારમાં જતા ખોદકામમા ઉપાયોગ કરેલ SANY કમ્પનીનુ હાઇડ્રોલીક કોલર એકસ્કવેટર મશીન મળી આવેલ હોય જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીને જાણ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારી બાતમીવાળી જગ્યાએ આવી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય તેમજ SANY કમ્પનીનું હાઇડ્રોલીક કોલર એકસ્કવેટર મશીન કબ્જે કરેલ હોય તેમજ સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનો મળી આવતા ટાટા કંપનીનું ડમ્પર રજી નંબર: GJ-10-TY-8381, અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રજી નંબર: GJ-03-CU-1991, અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર: GJ-03-BZ-0054, SANY કંપનીનું હાઇડ્રોલિક ક્રોલર એક્સ્વેટર મશીન સહિત કુલ 1,10,00,000 નો મુજબનો મુદામાલ કબ્જે કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular