માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે, કાજરડા ગામ જતા રોડ ઉપર દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) નંગ-૦૧ કિં.રૂ.૨૫૦૦/- તથા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટર નં.જીજે-૩૬ -એ.જી-૩૮૧૨ જેની કિ.રૂા.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૨૨,૫૦૦ ના મુદામાલ સાથે આરોપી સમીરભાઈ અબ્બાસભાઇ મોવર (મીયાણા) રહે.કાજરડા ગામ તા.માળીયા (મીં)વાળાને પકડી માળીયા મીંયાણા પોલિસ સ્ટેશનમા હથીયાર ધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.