Homeગુજરાતમોરબીમોરબીમાં આવતીકાલે વરિયા પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં આવતીકાલે વરિયા પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

સમાજ સમર્પિત શિક્ષકો સહિત 70 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે: ડો. સતિષ પટેલ પેરેન્ટિંગ અંગે માર્ગદર્શન આપશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

મોરબી: મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા આવતીકાલે તારીખ 06-06-2026, શનિવારના રોજ રાત્રે 8:00 કલાકે મોરબી-2 માં શોભેશ્વર રોડ પર આવેલા સેલિબ્રેશન પાર્ટી પ્લોટ (કુબેર ટોકીઝ) ખાતે ‘વિદ્યારત્ન અભિવાદન સમારોહ – 2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સમાજ માટે કાર્યરત શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 1 થી કોલેજ સુધીના રમતગમત ક્ષેત્રે જિલ્લા અને રાજ્યકક્ષાએ નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનાર ઉમેદવારો, તેમજ ડોક્ટર કે અન્ય વિશેષ ડિગ્રી મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ અને સમાજ સમર્પિત શિક્ષકો સહિત 70 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના સન્માનની સાથે આ કાર્યક્રમમાં પેરેન્ટિંગને લગતો એક વિશેષ સેમિનાર પણ યોજાશે. જેમાં “પરિણામ તો ટનાટન પણ સ્વીકૃતિ છનન…” વિષય પર મોરબીના જાણીતા ડોક્ટર અને મોટીવેશનલ સ્પીકર ડો. સતિષ પટેલ પોતાનું વક્તવ્ય આપશે. સાથે જ સામાજિક મેસેજ આપતા નાટક, હનુમાન ચાલીસા ગરબો અને ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.

આ ભવ્ય સમારોહમાં મોરબી, થાન, રાજકોટ, વાંકાનેર સહિતના જુદા જુદા શહેરો અને ગ્રામ્ય વિસ્તારના સમાજના અગ્રણીઓ, આગેવાનો અને પ્રજાપતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં પધારશે. તેમજ કાર્યક્રમના અંતે અલ્પહારની વ્યવસ્થાપન કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા તમામ જ્ઞાતિજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular