મોરબીના રવાપર ગામ પાસે રહેતા અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક કોન્ટ્રેક્ટરને પાંચ વર્ષ પહેલાં લીધેલી હાથઉછીની રકમ પરત ચૂકવી દીધી હોવા છતાં, કેશોદના એક શખ્સે ફોન પર બિભત્સ ગાળો ભાંડી મોરબી આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલ ભગવતી ટવીન્સ -એ-બ્લોક નં -104 રાજા મીનરલ વોટર પાર્ક બાજુમાં રહેતા અને કોન્ટ્રાકટરનો ધંધો કરતા રાજેશભાઈ વાઘજીભાઇ કાલાવડીયા (ઉ.વ.૪૫) એ આરોપી વિનોદભાઈ ઉર્ફે નાનુભાઈ ખીમજીભાઈ માકડીયા રહે. કેશોદ જી. જુનાગઢવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમના આરોપી પાસેથી હાથ ઉછીના રૂપીયા લીધેલ હોય જે રૂપીયા પરત આપી દીધેલ હોવાછતા ફરીયાદીને આરોપીએ ફોન કરીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.