Homeગુજરાતમોરબીહળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં યુવક પર ધારીયા વડે હુમલો; દંપતી... મોરબી હળવદના જુના વેગડવાવ ગામે જૂની અદાવતમાં યુવક પર ધારીયા વડે હુમલો; દંપતી વિરુદ્ધ ગુન્હો દાખલ By morbisahyognews June 3, 2026 105 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે અગાઉ જમીન બાબતે થયેલી કોર્ટ કાર્યવાહીનું મનદુઃખ રાખીને એક યુવક પર રસ્તામાં દંપતી દ્વારા ધારીયા વડે હુમલો કરી, ઢીંકાપાટુનો માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે દંપતી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા અને ખેતીકામ કરતા કલ્પેશભાઈ ઉર્ફે ભાણો જેરામભાઈ નગવાડીયા (ઉ.વ. ૩૧, જાતે કોળી) એ આરોપી ભરતભાઈ ઉર્ફે સીસો ચતુરભાઈ સુરેલા તથા હંસાબેન ભરતભાઈ સુરેલા રહે. વેગડવાવ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ અગાઉ આરોપીના કુટુંબી ભાઈઓને જામીન કરાવેલ હોય જેનું મનદુખ રાખી ફરીયાદી આરોપીની વાડી પાસેના રસ્તા પાસેથી નીકળતા આરોપી ભરતભાઈએ પોતાના હાથમાં ધારીયુ લઈ આવી ફરીયાદીને પીઠના ભાગે મુંઢ ઈજા કરેલ તેમજ જમણા હાથના આંગળા પર બટકુ ભરી ઈજા કરી આરોપી હંસાબેનએ ફરીયાદીને ઢીંકાપાટુનો માર મારી આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો July 19, 2026 મોરબી ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું July 19, 2026 મોરબી ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો July 19, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીમાં મયુર નેચર ક્લબ, વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા ફ્રી રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો morbisahyognews - July 19, 2026 ટંકારાના ઘુનડા (સ) ગામની સીમમાં ચાલતું હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું morbisahyognews - July 19, 2026 ટંકારાના નેકનામ ગામે પ્લોટની દીવાલ ચણતા યુવાનો પર પિતા-પુત્રોનો હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના ઘૂંટુ ગામે ડેલો બતાવવા ગયેલા બે યુવાનો પર જીવલેણ હુમલો morbisahyognews - July 19, 2026 મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદી અને રોકડ મળી રૂ.7.36 લાખની ચોરી morbisahyognews - July 19, 2026