મોરબી શહેરના કાલિકાપ્લોટ વિસ્તારમાં આવેલ નર્મદા હોલની સામેની શેરીમાં એક રહેણાંક મકાન પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન મકાનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા કાલિકાપ્લોટમાં નર્મદા હોલની સામે રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે બાલો હુશેનભાઈ કરીમભાઈ કુરેશીના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા નંગ -72 કિંમત રૂપિયા 9000 નો મુદામાલ પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.