આજરોજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીદ્વારા ટી બી ના દર્દીઓ ને પોસ્ટિક આહાર કીટ અર્પણ કરવામાં આવી
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જન આરોગ્ય, પર્યાવરણ, જીવદયા જેવીઅનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમા આજ રોજ ટી બી ના ૨૫ જેટલા દર્દીનારાયણોને પ્રોટીન સભર કીટનુ વિતરણ અર્બન હેલ્થ સેન્ટર ગોકુળ નગર તા.મોરબી ખાતે કરવામાં આવ્યું તે પ્રોજેક્ટમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીકટ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા ની પ્રેરક હાજરીમાં તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી પ્રેસિડેન્ટ લા. હરખજીભાઈ ટી. સુવારિયા ઝેડ સી તથા સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા તેમજ પાસ્ટ ખજાનચી લા. મણીલાલ જે કાવર લા નાનજીભાઈ મોરડીયા તેમજ પાસ્ટ પ્રમુખ લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયા અને ડો.શૈલેષભાઈ પરેજીયા ડૉ દીપકભાઈ પટેલ તથા હેલ્થ સેન્ટર ના ડો. શ્રેયાબેન માતરિયા અને તેમના સ્ટાફ મિત્રોની હાજરીમાં આ પ્રોટીન સભર કીટનુ વિતરણ કરવામાં આવ્યું ટી બી હારેગા ભારત જીતેગા સૂત્રને સાર્થક કરી ટી બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના તમામ સભ્યો એ સાર્થક કરી જન આરોગ્ય સેવા અને સમાજ સેવાનુ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેમ સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા ની યાદી મા જણાવવામાં આવ્યું છે.