મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી કપટ કે ઠગાઇ કરવાના ઇરાદે પોતાના બુલેટમાં ખોટા નંબરનો ખરા નંબર તરીકે ઉપયોગ કરી પોતાના કબ્જામાં રાખી અગાઉ ડુપલીકેટ(બોગસ) ટોલનાકુ ચલાવવાના ગુન્હામાં પકડાઇ ચુકેલા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કોઇ ગુનાહિત પ્રવૃતિ કરવાના બદઇરાદે તેમજ પ્રજામાં પોતાની ધાક જમાવવા માટે ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને શોધી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
તે દરમ્યાન પોલિસ સબ ઇન્સ્પેક્ટર બી.સી.મીયાત્રા તથા સ્ટાફના અનિરુધ્ધસિહ જાડેજા, વકારભાઇ અરબ તથા ડ્રા. સતીષભાઇને મળેલ બાતમીના આધારે મોરબી જિલ્લાના વાંકાનેર વિસ્તારમાં વાંકાનેર-મોરબી હાઇ-વે વઘાસીયા ગામ નજીક આઇમાતા હોટલના મેદાનમાંથી આરોપી રવિરાજસિહ વનરાજસિહ ઝાલા રહે. જુનાવઘાસીયા તા.વાંકાનેર જિ.મોરબી વાળાને કપટ કે ઠગાઇ કરવાના ઇરાદે પોતાના કબ્જાના બુલેટ મોટર સાયકલ કે જેના ખરા નંબર- જીજે-૦૧-યુઇ- ૯૮૮૮ હોય તેમ છતાં ખોટી નંબર પ્લેટ- જીજે-૦૧-યુડી- ૯ ની બનાવડાવી પોતાના કબ્જાના બુલુટમાં લગાડી ખોટા નંબરનો ખરા તરીકે ઉપયોગ કરતો મળી આવતા વાંકાનેર સીટી પોલિસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ- ૩૩૬(ર), ૩૩૬(૩), ૩૪૦(ર) મુજબનો ગુન્હો દાખલ કરાવડાવી આરોપી તથા બુલેટ મોટર સાયકલને આગળની ઘટીત કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.