Homeગુજરાતમોરબીવાંકાનેરમાં વ્યાજનો ધંધો કરી પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

વાંકાનેરમાં વ્યાજનો ધંધો કરી પઠાણી ઉઘરાણી કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

વાંકાનેર તાલુકા પંથકમા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ઇસમો વિરૂધ્ધ મની લેન્ડ એકટ મુજબ ગુન્હો દાખલ કરી ત્રણ ઇસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.

વાંકાનેર તાલુકા પોલિસ સ્ટેશનમા ફરીયાદીએ ફરીયાદ જાહેર કરતા જેમાં જણાવ્યું હતું કે ફરીયાદી લેબર કોન્ટ્રાકટરનુ કામ કરતા હોય મજુરોને ચુકવવા તથા પોતાના ભાઈની સારવાર માટે નાણાની જરૂર પડતા આરોપી અજયભાઈ પાસેથી રૂપીયા ૩,૦૦,૦૦૦/- ત્રીસ ટકા, પાંત્રીસ ટકા તથા એકસો વીસ ટકાના વ્યાજ દરે વ્યાજે લીધેલ હોય તથા આરોપી બીજલભાઈ પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦/- માસીક પોત્રીસ ટકાના વ્યાજ દરે લીધેલ હોય તથા આરોપી હિતેશભાઈએ ફરિયાદીના પત્નીના સોનાના દાગીના આશરે સાડા ત્રણ તોલા જેટલા વજનના બેંકમાં ગીરવે પડેલ તે છોડાવવા રૂ. ૩,૫૬,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જેમાં ફરીયાદીએ મુદલ રકમ તથા વ્યાજ સહિત રૂપીયા આરોપીઓને ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી અજયભાઈએ ફરીયાદી પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- બળજબરી પુર્વક કઢાવી લીધેલ હોય તથા આરોપી બીજલભાઈએ બળજબરીથી મો.સા. રજિ.નં- GJ-36 BC-0783 વાળુ પડાવી લીધેલ હોય તથા આરોપી હિતેશભાઈએ ફરિયાદિના પત્નીના સાડા ત્રણ તોલા દાગીના પડાવી લીધેલ હોય જે અંગે ફરીયાદીએ ફરીયાદ આપતા જે અંગે ગુન્હો રજીસ્ટર થયેલ હોય.

ત્રણ આરોપીઓ અજયભાઇ રમેશભાઈ અબાણીયા (ઉ.વ.૨૩) રહે. સતાવીરડા તા.વાંકાનેર, બીજલભાઇ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા (ઉ.વ.૩૮) રહે. લાકડધાર તા.વાંકાનેર, હિતેશભાઇ મગનભાઈ કકાસણીયા (ઉ.વ.૩૯) રહે. ૨૦૨-પુશ્કર એપાર્ટમેન્ટ વર્ધમાન ચોકડી રવાપર રોડ તા. જિ.મોરબીવાળાને પકડી પાડી આરોપીઓ પાસેથી ફરીયાદીનું મોટર સાયકલ રજીસ્ટર નબર. GJ-36-BC 0783 તથા સ્વીફટ ગાડી રજી નંબર.GJ-36-AJ-6096 વાળી રીકવર કરેલ હોય તેમજ વધુ તપાસ માટે આરોપીઓના રીમાન્ડ મેળવી ગીરવે મુકેલ અન્ય સોનાના દાગીના તથા મુદામાલ મેળવવા તજવીજ કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular