Homeગુજરાતમોરબીમોરબીમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો; એક ફરાર

મોરબીમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો; એક ફરાર

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ એ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન કબીર ટેકરી શેરી નંબર-૭ માં પહોંચતા જ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કબીર ટેકરી શેરી નંબર-૮ માં રહેતો અસગરભાઈ નામનો શખ્સ આઈપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચમાં રનફેર અને હારજીત પર ફોન દ્વારા સોદા લખાવી જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્થળ પરથી આરોપી અસગરભાઈ અબ્દુલભાઈ ચાનિયા (ઉ.વ. ૪૬) રહે. કબીર ટેકરી શેરી નં. ૮, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ કાનજીભાઈ કોટેચા રહે. વાઘપરા મોરબીવાળાનુ નામ ખુલતા બંને વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ પોલીસ દ્વારા આરોપી પાસેથી ૪૫૦૦ રોકડા એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૯૫૦૦ નોં મુદ્દામાલ જપ્ત કર્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular