Homeગુજરાતમોરબીમોરબીમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

મોરબીમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં આવેલ નવા ડેલા રોડ પર અશોક પાન પાસેથી એક ઈસમને આઈ.પી.એલ. મેચ પર રન-ફેર અને ટીમોની હારજીતના સોદા કરતા અને સટ્ટો રમતા એક ઈસમને રોકડ રકમ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે થઈને નવા ડેલા રોડ ઉપર અશોક પાનની બાજુમાં એક ઈસમ ઉભો છે, જે ફોન પર વાતચીત કરી ચાલુ આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત પોલીસે રેઇડ કરી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહેલી આઈ.પી.એલ. મેચ પર સટ્ટો રમતા હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. મોરબીવાળાને રોકડ રૂપિયા ૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે લાઈન આપનાર સહ-આરોપી ઈસ્માઈલ કુરેશીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular