વાંકાનેર તાલુકાના શાહપર ગામ નજીક પારિવારિક અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો થવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભત્રીજીએ કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખીને બે શખ્સોએ રસ્તામાં રીક્ષા આડી રાખી યુવકને આંતરી લીધો હતો અને કુહાડી તેમજ લોખંડના પાઈપ વડે બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના શાહપર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા સલીમભાઈ નુરમામદભાઈ બ્લોચ (ઉ.વ.૫૧) એ આરોપી મુરાદખાન અલિખાન પઠાણ તથા મુનિરખાન મુરાદખાન પઠાણ રહે. બંને પાંજ ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ભત્રીજી આરોપી મુરાદખાનના દિકરા નાસિર સાથે મૈત્રીકરાર કરી રહેતી હોય જેનો ખાર રાખી ફરીયાદી ઝઘડો કરશે તેમ સમજી ફરીયાદી મહિકાથી પોતાનુ મોટરસાયકલ લઈને આવતા હોય ત્યારે લાલપર ગામે બીસ્મીલ્લાહ હોટેલ પાસે આરોપીઓએ ઉભા રાખી ફરીયાદીને કુહાડીનો ઉંધો ઘા માથાના ભાગે માર મારી તથા લોખંડના પાઈપ વડે શરીરે માર મારી ફરીયાદીને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.