Homeગુજરાતમોરબીવાંકાનેર ટાઉન હોલ પાસેથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ

વાંકાનેર ટાઉન હોલ પાસેથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ

વાંકાનેરના ટાઉન હોલ બહાર પાર્ક કરેલું મોટરસાયકલ કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રામપરા-જાંબુડિયા ગામે રહેતા કાળુભાઈ મેરૂભાઈ દેત્રોજાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-03-BR-3641 વાળુ તેમનો દીકરો રાજેશ કામ અર્થે રાજકોટ જવા માટે વાંકાનેર ટાઉન હોલ પાસે પાર્ક કરીને ગયો હતો, જ્યાંથી આશરે ૧૦,૦૦૦ ની કિંમતના આ બાઇકની ચોરી થઇ હતી. લાંબા સમય સુધી વાહનની શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો ન લાગતા આખરે આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular