Homeગુજરાતમોરબીઘરમાં જ ગાંજાનું વાવેતર! મોરબીમાં SOG પોલીસે વાડામાં દરોડો પાડી ગાંજાના છોડ... મોરબી ઘરમાં જ ગાંજાનું વાવેતર! મોરબીમાં SOG પોલીસે વાડામાં દરોડો પાડી ગાંજાના છોડ સાથે એક ઈસમને દબોચ્યો By morbisahyognews May 27, 2026 239 Share FacebookXPinterestWhatsApp મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આરોપીના કબજા ભોગવટાવાળા વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતર કરેલ નાના-મોટા છોડ તેમજ ગાંજાના જથ્થો સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, પ્રભુભાઇ રઘુભાઇ મકવાણા રહે.વિધ્યુતનગર પાછળ ભારતનગર મફતીયા પરા મોરબી-૨ વાળાએ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનની સામે પોતાના કબજા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પાસેથી કુલ ગાંજાનો જથ્થો વજન ૪ કિલો ૩૭૬ ગ્રામ જેની કુલ કિ.રૂ.૨,૧૮,૮૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮ (સી) ૨૦ (એ) (બી) મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો October 18, 2026 મોરબી હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન October 18, 2026 મોરબી હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરના લાકડધાર ગામે આધેડ પર લાકડી વડે હુમલો morbisahyognews - October 18, 2026 હળવદ: વેગડવાવ રેલવે ફાટક પર રૂ.75.19 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામનું ભૂમિપૂજન સંપન્ન morbisahyognews - October 18, 2026 હળવદના ચંદ્રગઢમાં પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો: ઝઘડો થતાં પિતાએ જ પુત્રને મોતનેઘાટ ઉતાર્યો morbisahyognews - October 18, 2026 મોરબીના વાઘપરા નાકા પાસેથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઇસમ ઝડપાયો morbisahyognews - October 18, 2026 મોરબી જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો morbisahyognews - October 18, 2026