હળવદ તાલુકાના કડીયાણા ગામે વાડીમાં પાણીના વારા બાબતે કૌટુંબિક સગાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. પાણી વાળવા બાબતે થયેલી તકરારમાં લાકડાના ધોકા અને નિંદામણ કરવાના છરીયા વડે હુમલો કરાતા એક મહિલા સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી જેથી આ બનાવ અંગે બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનસુખભાઈ તેજાભાઈ વડોલીયા (ઉ.વ. ૩૮) એ આરોપી પ્રવિણભાઇ પ્રેમજીભાઈ વડદોલિયા તથા પ્રભાતભાઈ વાલજીભાઈ વડદોલિયા રહે. બંને કડીયાણા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા આરોપીઓને પાણીની લાઈન સહિયારી હોય જેમા બન્ને પાણી પાતા હોય અને આજરોજ ફરીયાદિનો પાણી પાવાનો વારો હોય અને પાણી પાતા હોય ત્યારે આરોપીઓએ આવી પાણીનો પોતાનો વારો છે તેમ કહી ફરીયાદિ સાથે બોલાચાલી કરી ગાળો બોલી તથા ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ લાકડાના ધોકાથી ફરીયાદીને પગમાં મારી મુંઢ ઇજાઓ કરી તથા આરોપીઓએ સાથી અમૃતાબેનને માથામા છોરીયાનો ઘા મા રી માથામાં ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.