Homeગુજરાતમોરબીમાળિયાના મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં મોરબી માળિયાના મોટા દહીસરા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં By morbisahyognews May 26, 2026 552 Share FacebookXPinterestWhatsApp માળીયા(મીં)ના મોટાદહિંસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂપીયા ૧,૦૩, ૦૦૦/-તથા મોબાઇલ નંગ-૩ કિં.રૂ.૧૦, ૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૧૩,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચ ઝડપી પાડેલ છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોટા દહિસરા ગામની સીમમાં ખરાબામાં આવેલ વોકળા કાંઠે ખુલ્લી જગ્યામા અમુક ઇસમો જુગાર રમે છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો અમીતભાઇ જેરામભાઇ પટેલ( ઉ.વ.૪૫) રહે. પીપળી તા.જી.મોરબી, નગીનભાઇ છગનભાઇ પટેલ (ઉ.વ.૫૪) રહે.ખાખરેચી તા.માળીયા(મીં), વિવેકભાઇ વિનોદભાઇ બાવાજી (ઉ.વ.૩૨), રહે. મોટાદહિસરા તા.માળીયા (મીં) જી.મોરબી, માનસીંગભાઇ દેવાભાઇ કોળી ઉ.વ.૫૫ રહે.વવાણીયા તા.માળીયા (મીં.), હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) રહે.મોટા દહિસરા તા.માળીયા(મીં), રમેશભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ.૫૨) રહે.સરવડ તા.માળીયા(મીં)વાળાને રોકડા રૂપિયા ૧,૦૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ રૂ. ૧,૧૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ આ રેઇડ દરમ્યાન અન્ય ત્રણ ઇસમો શક્તિ કોળી રહે.ધનાળા તા.હળવદ, અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોટાદહિસરા તા.માળીયા(મીં), ચિરાગભાઇ રાધવજીભાઇ પટેલ રહે.સરવડ તા. માળીયા(મીં)વાળા નાશી ભાગી ગયેલ હોય જેથી આ રેઇડમાં પકડાયેલ તથા નહિ પકડાયેલ તેમ મળી કુલ-૯ આરોપીઓ સામે માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી June 2, 2026 મોરબી માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન June 2, 2026 મોરબી આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે June 2, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત ટીબી કીટ વિતરણ કરવામાં આવી morbisahyognews - June 2, 2026 માળિયાના તરઘરી ગામે ભવ્ય ‘નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)’નું ભવ્ય આયોજન morbisahyognews - June 2, 2026 આવતીકાલે મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે morbisahyognews - June 2, 2026 પુરુષોત્તમ માસમાં માનવતાની શીતળ સેવા : મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 1000 ગ્લાસ શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું વિતરણ morbisahyognews - June 2, 2026 માળિયામાં ફાયરિંગ કરી આધેડની હત્યા, 6 સામે ફરિયાદ નોંધાઈ morbisahyognews - June 2, 2026