Homeગુજરાતમોરબીમોરબીના શક્ત શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબીના શક્ત શનાળા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

મોરબીના શકત શનાળા ગામે રહેણાંક મકાનમાં છુપાવી રાખેલો વિવિધ બ્રાન્ડ અને ક્ષમતાનો વિદેશી દારૂ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. કુલ ૧૪૫૯ નંગ બોટલ અને પ્લાસ્ટિક ચપલા સહિત રૂ.૫.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, રેઇડ દરમિયાન આરોપી અશ્વિન વાઘેલા સ્થળ ઉપરથી હાજર નહિ મળી આવતા, પોલીસે તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શકત શનાળા ગામના નવા પ્લોટ વિસ્તારમાં મુરલીધર હોટલ પાછળ આવેલા અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલાના રહેણાંક મકાન ઉપર રેઇડ કરવામાં આવી હતી, તપાસ દરમિયાન મકાનમાં પાણી ભરવાની બે મોટી ટાંકીઓમાં છુપાવી રાખેલો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની ૭૫૦મીલી.ની ૨૯૬ બોટલો અને ૧૧૬૩ પ્લાસ્ટિકના ચપલા મળી કુલ ૧૪૫૯ નંગ દારૂનો જથ્થો કિ.રૂ.૫,૮૭,૨૮૬/- કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી અશ્વિન વાઘેલા સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.

સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ કપીલભાઈ ગુર્જર, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રાયધનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ જીવણભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular