Homeગુજરાતમોરબીવાંકાનેરના ખીજડીયા રાજ ગામે દેશી દારૂના ભઠ્ઠા પર પોલીસનો દરોડો: 76 હજારનો... મોરબી વાંકાનેરના ખીજડીયા રાજ ગામે દેશી દારૂના ભઠ્ઠા પર પોલીસનો દરોડો: 76 હજારનો મુદ્દામાલ ઝડપાયો By morbisahyognews May 24, 2026 120 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમા આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો તથા દેશી દારૂના જથ્થા સહીત કિ રૂ.૭૬,૫૦૦/- ના મુદ્દામાલ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીની પતરાની ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૨૫૦૦ કિ.રૂ.૬૨,૫૦૦/- તથા દેશી દારૂ લીટર-૭૦ કી.રૂ.૧૪,૦૦૦/- મળી કુલ કી.રૂ.૭૬,૫૦૦/- નો મુદામાલ પકડી પાડી આરોપી નિલેશભાઇ રવજીભાઇ સોલંકી રહે. ખીજડીગા રાજ તા.વાંકાનેરવાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમેને પ્રોહી ધારાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો July 21, 2026 મોરબી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા July 21, 2026 મોરબી મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ July 21, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વાંકાનેરમાં અપહરણ/દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ નાગપુરથી ઝડપાયો morbisahyognews - July 21, 2026 મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઈસમો પકડાયા morbisahyognews - July 21, 2026 મોરબીમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું ; 11મહિલાઓની ધરપકડ morbisahyognews - July 21, 2026 હળવદના જૂના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો; એક ફરાર morbisahyognews - July 21, 2026 ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો morbisahyognews - July 20, 2026