મોરબી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા પણ ઝડતી દરમિયાન મોબાઇલ મળી આવ્યા હતા ત્યારે ફરી એક વખત અમદાવાદની ઝડતી સ્ક્વોડ દ્વારા મોરબી સબ જેલમાં અચાનક પાડવામાં આવેલા દરોડા દરમિયાન બેરેકના શૌચાલયની કુંડીમાંથી એક બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. તેમજ આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ ઝડતી સ્ક્વોડના જેલર ગ્રુપ-૧ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા અને તેમની રેડ પાર્ટી જેમાં જેલર ગ્રુપ-૨ જવાનો તપાસ માટે મોરબી સબ જેલ ખાતે પોંહચીયા હતા. ત્યારે મોરબી સબ જેલની ૧૦-૪૦ થી ૧૨-૩૦ કલાક સુધીની ઝડતી ચકાસણી કરેલ જે દરમ્યાન જેલના સર્કલ નંબર-૦૧૦૧ની બેરેક -૧ ની પાછળ આવેલ પ્રથમ સંડાસની કુંડીની અંદરથી કેચાડા કંપનીનો મોબાઈલ ફોન કંપનીનો સિલ્વર/બ્લેક કલરનો બે સીમકાર્ડની સ્પેશ ધરાવતો સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો પાછળના ઢાકણ વગરનો મોબાઇલ નંગ-૦૧ મળી આવ્યો હતો.
ત્યારબાદ આ મામલે જવાબદાર કેદી કે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ બી.એન.એસ. ની કલમ ૨૨૩ તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.