Homeગુજરાતમોરબીમોરબીમાં એસ.ઓ.જી.નું સ્પા પાર્લરમાં સરપ્રાઇઝ ચેકિંગ: જાહેરનામાના ભંગ બદલ સંચાલક વિરૂદ્ધ ગુનો...

મોરબીમાં એસ.ઓ.જી.નું સ્પા પાર્લરમાં સરપ્રાઇઝ ચેકિંગ: જાહેરનામાના ભંગ બદલ સંચાલક વિરૂદ્ધ ગુનો દાખલ

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના સ્પા અને સલુન માટેના કડક નિયમોના ભંગ બદલ મોરબી એસ.ઓ.જી. પોલીસે લીલાપર કેનાલ રોડ પર આવેલા એક સ્પા પર કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી રેકોર્ડિંગ ન રાખવા અને કર્મચારીઓની માહિતી પોલીસમાં ન નોંધાવવા બદલ સ્પા સંચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન મોરબીના લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટ સામે ભાર્ગવ શોપિંગ સેન્ટરમાં આવેલા ‘ગ્રેવિટી સલુન એન્ડ સ્પા’માં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા ચાર કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હોવાનું અને જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ મેઇન્ટેન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્પાના સંચાલક બળવંતભાઈ મોતીભાઈ નકુમ રહે. કારીયા સોસાયટી, વાવડી રોડ, મોરબીવાળા વિરૂદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ બી.એન.એસ. કલમ-૨૨૩ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular