મોરબીમા રહેતી યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ (Snapchat) પર પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી રાજકોટ લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરી હોવાની ગંભીર ફરિયાદ મોરબી પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી યુવતીએ આરોપી સોહીલ ફિરોઝખાન પઠાણ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે સ્નેપચેટ એપ્લીકેશનમાં કોન્ટેક્ટ કરી ફરીયાદીને મોરબીમાં અવાર નવાર મળવા આવી સારી સારી વાતો કરી ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી આયુષ હોસ્પિટલ પાસેથી આરોપીએ અપહરણ કરી આરોપીએ તેના રહેણાંક મકાને લઇ જઈ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી ન્યુડ ફોટા પાડી, અને તુ હવે મારા ઘરેથી કયાંય જઈશ તો હું તારા ફોટા વાઈ રલ કરી દઇશ તેમજ આ બાબતની કોઈને જાણ કરીશ તો તને જીવતી નહી છોડુ તારુ ગળુ દબાવીને મારી નાખીશ તેમ ધ મકી તેમજ ફરીયાદિને જાતી પ્રત્યે હડધુત કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો ભારતીય ન્યાય સહીંતની કલમ ૧૯, ૬૪(૨)(એમ), ૧૩૭(૨), ૩૫૧(૧), ૩૫૧(૩) તથા એટ્રોસીટી એકટ કલ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫-એ), ૩(૨)(૫) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.