વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે તળાવ ઊંડું કરવાના કામની માટી ઉપાડવા બાબતે સરપંચ જૂથ અને ગામના જ એક પરિવાર વચ્ચે પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં જ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારપીટ થઈ હતી. આ મામલે એક પક્ષે સરપંચ-ઉપસરપંચ સહિતના હોદ્દેદારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે, જ્યારે સામા પક્ષે સરપંચે પણ પંચાયત કચેરીમાં ઘૂસી મારપીટ કરવા અંગે વળતી ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તીથવા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ ઇસ્માઇલભાઇ આહમદભાઇ પરાસરા (ઉ.વ. ૬૫) એ આરોપી મનુભાઇ વશરામભાઇ વાઘેલા, મયુર મનુભાઇ વાઘેલા રહે બન્ને હાલ વાંકાનેર મુળ રહે તીથવા તા.વાંકાનેર, અમૃત વીરજીભાઇ વાઘેલા, અશ્વીન જયંતિભાઇ વાઘેલા, રણજીતભાઇ અમૃતભાઇ વાઘેલા રહે બધા તીથવા ગામ વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી તીથવા ગ્રામ પંચાયતના ચુંટાયેલા સરપંચ હોય અને તીથવા ગ્રામ પંચાયતમા આવતા કુંડલીના ખારા નામથી ઓળખાતા તળાવને ઉંડુ ઉતારવાનુ કામ જીલ્લા આયોજનમાંથી મંજુર થઇ આવેલ હોય, જ્યારે આરોપીઓ આ તળાવમાંથી માટી ઉપાડવાનુ કામ રાખવા માંગતા હોય ફરિયાદિલતથા સાથીઓ તીથવા ગ્રામ પંચાયતના સભ્યો આ બાબતે ચર્ચા કરવા માટે ભેગા થયેલ હતા ત્યારે આરોપીઓ પણ હાજર હોય તેઓએ ફરિયાદિને આ કામની ગ્રાન્ટ ઉપરથી મે મંજુર કરાવેલ છે તારે લીઝ એગ્રીમેન્ટથી આ કામ મને આપવનુ છે એવુ કહેતા ફરિયાદિએ ઇન્કાર કરી આ કામ તીથવા ગામના ખેડુતોના હિતમા થશે અને તળાવની માટીનો ખેડુતોને આપવામા આવશે એવુ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરિયાદિ સાથીઓને ગાળો આપી ફરિયાદિને ગાલ પર બે ફડાકા મારી દઇ આરોપીઓને ફોન કરી બોલાવતા આરોપીઓએ આવી એકસંપ કરી ફરિયાદિ તથા સાથીઓને ગાળો આપી ઢીંકાપાટુનો માર મારી સાથી શૌકતરજા તથા મુબીનભાઇને શરિરે મુંઢ ઇજાઓ કરી આરોપીઓએ ફરિયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે સામાપક્ષે તીથવા ગામના મૂળ વતની અને હાલ વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા વૃદ્ધ મનુભાઈ વશરામભાઈ વાઘેલા (ઉ.વ. ૬૮) એ આરોપી મનુભાઇ વશરામભાઇ વાઘેલા, મયુર મનુભાઇ વાઘેલા રહે બન્ને હાલ વાંકાનેર મુળ રહે તીથવા તા.વાંકાનેર, અમૃત વીરજીભાઇ વાઘેલા, અશ્વીન જયંતિભાઇ વાઘેલા, રણજીતભાઇ અમૃતભાઇ વાઘેલા રહે બધા તીથવા ગામ તા-વાકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેના દિકરા મયુરભાઇ બંને આરોપીઓ પાસે તીથવા ગ્રામપંચાયત ઓફીસે તીથવા ગામના તળાવમાથી માટી ખોદવા બાબતેની વાતચીત કરવા માટે જતા આરોપીઓ ઉશ્કેરાય જઇ ફરીયાદી તથા સાથીને તેઓની જ્ઞાતી પ્રત્યે અપ્શબ્દો બોલી જાહેરમા અપમાનીત કરી કામ તમારી જ્ઞાતીને કામ નહી આપવાની કહી જાતી પ્રત્યે હડધુત કરી ફરીયાદી તથા સાથીઓને ઢીકાપાટુનો મુંઢ માર મારી સામાન્ય ઇજાઓ કરી સાથી સાથે ઝપાઝપી થતા મોબાઇલ ફોન તથા સોનાનો ચેઇન પડી ગયેલ હોય અને ફરીયાદી તથા સાથીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.