Homeગુજરાતમોરબીહળવદમાં જૂની ફરિયાદનું વેર વાળવા ધારીયા સાથે ધસી આવેલી ત્રિપુટીએ મહિલાના ઘરમાં...

હળવદમાં જૂની ફરિયાદનું વેર વાળવા ધારીયા સાથે ધસી આવેલી ત્રિપુટીએ મહિલાના ઘરમાં મચાવી ભારે તોડફોડ!

હળવદ શહેરમાં અગાઉ થયેલી પોલીસ ફરિયાદનું સમાધાન કરવા દબાણ કરી, ત્રણ શખ્સોએ એક મહિલા અને સાથીને બેફામ ગાળો ભાંડી, ઘરમાં ઘૂસીને ધારીયા સાથે ઘરમાં ઘૂસી ઘરવખરીના સામાન અને વાહનોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને ‘દુનિયામાં રહેવા નહીં દઉં’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ ત્રણ રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીક રહેતા અને મજૂરી કામ કરતા ઉમાબેન સુરેશભાઈ વિરગામીયા (ઉ.વ. ૩૫) એ આરોપી અરજણ ઉર્ફે અજુ જીવરાજભાઈ દેવીપુજક, ગગજી જીવરાજભાઈ દેવીપુજક તથા જીતેશ ઉર્ફે ભુરો જીવરાજભાઈ દેવીપુજક રહે.બધા હળવદ ભવાની નગર ઢોરોવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી અરજણ ઉપર ફરીયાદ કરેલ હોય જેથી આરોપી અરજણએ સાથીને સમાધાન કરવા કહીં સાથી તથા ફરીયાદીને ગાળો આપી મુંઢ માર મારી દુનીયામા રહેવા નહીં દઉ તેવી ધમકી આપી આરોપીઓ ધારીયુ લઈ ફરીયાદીના ઘરે ગેર કાયદેસર પ્રવેશ કરી ફરીયાદીનો ઘર વખરીનો સામાન તથા વાહનને નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular