મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે રવાપર-લીલાપર રોડ પર આવેલી શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટરની પાછળ ક્રિકેટ મેચ પર જુગાર રમાઈ રહ્યો છે. જેથી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડો પાડતા બે શખ્સો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા આરોપી મોસીનભાઇ ઉમેદભાઇ વલીયાણી રહે. શારદા સોસાયટી, મોરબી તથા જીજ્ઞેશભાઇ કાન્તીભાઇ રામોલીયા મૂળ રહે. ગોંડલ, હાલ રહે. રવાપર ગામ, મોરબીવાળાને રોકડ રૂપિયા 5500 તથા મોબાઇલ ફોન નંગ -2 કિંમત રૂપિયા 40,000 તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-21-DD-5010 કિંમત રૂપિયા 50,000 મળી કુલ કિંમત રૂપિયા 1,0,5500 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ બંને આરોપીઓને ક્રિકેટ મેચની ઓનલાઈન આઈડી (ID) આપનાર આરોપી જયદીપ ઉર્ફે જલો રહે. મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.