મોરબી શહેરમા આવેલ રવાપર-લીલાપર રોડ પર આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણના ઈરાદે રાખવામાં આવેલો ‘ગોગો સ્ટીક’નો જથ્થો મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીની શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટર પાછળ આવેલા એક ગોડાઉનમાં પ્રતિબંધિત વસ્તુ રાખવામાં આવી હોવાની બાતમી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલા ૧૦ નંગ ‘ગોગો સ્ટીક બોક્સ કિંમત રૂપિયા ૪,૦૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી આરોપી મોસીનભાઈ ઉમેદભાઈ વલીયાણી (ઉ.વ.૩૬) રહે.મોરબીની શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટર પાછળ મોરબીવાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.