Homeગુજરાતમોરબીમોરબી લાતી પ્લોટમાં વિદેશી દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી લાતી પ્લોટમાં વિદેશી દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદે દારૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે લાતી પ્લોટ શેરી નંબર-૨માં આવેલા ઓમ શક્તિ કારખાના પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે શખ્સોની પોલીસે તલાશી લેતા તેમની પાસેથી વિદેશી દારૂના ચપલા નંગ -૦૪ કિંમત રૂપિયા ૪૦૦ તથા બે મોબાઇલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૦૪૦૦ ના મુદામાલ સાથે આરોપી વિનોદભાઈ ભગવાનજીભાઈ કણજારીયા (ઉ.વ.૨૭) રહે. માગળની વાડી વાવડી ચોકડી પાસે મોરબી તથા રમેશભાઈ કાંતિભાઈ કણજારીયા (ઉ.વ.૩૦) માગરની વાડી મોરબીવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular