ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ગામની સૂકી ભઠ્ઠ જમીનને ફરી લીલીછમ બનાવવા અને ખેતીને સમૃદ્ધ કરવા માટે ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ (કાયમી) વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે ભુત કોટડા વિસ્તારની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે મીતાના ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકી મીતાના નદીમાં પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમજ ભુતકોટડા વિસ્તારમાં ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે ઘણી જમીન સૂકી પડી રહી છે. જો મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકીને મીતાના નદીમાં પાણી છોડવામાં આવે તો ગામના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળશે અને સૂકી જમીન ફરી લીલી બની શકશે. અને ખાસ કરીને ચોમાસા પછી અને શિયાળાની સીઝનમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પાક માટે મોટી મદદ મળશે અને ગામની ખેતી વધુ સમૃદ્ધ બનશે. જેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકીને મીતાણા નદીમાં પાણી છોડવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.