Homeગુજરાતમોરબીમોરબી-હળવદ હાઇવે પર IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી-હળવદ હાઇવે પર IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-હળવદ હાઇવે રોડ પર રાજધાની હોટલ પાસે જાહેરમાં એક ઇસમ મોબાઇલ ફોનમાં Nns 1425 આઈ.ડી. હેન્ડલર આરોપી સાથે ઓનલાઇન ALL નામની એપ્લિકેશન માથી ચાલુ આઇપીએલ ની ટી-૨૦ ની લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રમાડતા એક ઈસમ અશોકભાઈ હીરાભાઈ જોશી (ઉ.વ.૨૯) રહે. સરતનપર રોડ કમાન્ડર કારખાનાની ઓરડી તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૦૨૧૦ તથા મોબાઇલ ફોન કિંમત રૂ.૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧૫૨૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular