મોરબી એસ.ઓ.જી. ટીમ ચાર્ટરની કામગીરીમા હોય તે દરમ્યાન બાતમી આધારે વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ગેરકાયદેસર ગેસના બાટલા રીફીલીંગ કરતા ઇસમ હનીફભાઈ હુશેનભાઈ બાવરા રહે.વાકીયા તા.વાંકાનેરવાળાને કુલ કિંમત રૂપિયા ૪૩,૬૫૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.કલમ ૨૮૭ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાકલમ ૩,૭ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકાને સોપેલ છે.