મોરબીમા મકાનભાડે આપી ભાડુ ચડત થઇ જતા મકાનમાલીક આરોપી તથા ભાડુઆત આરોપીએ ભોગબનનાર મા-દિકરીને મજબુર કરી દુષ્કર્મ આચરી ગુનો કરનાર આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
આજથી છએક મહિના પહેલા ફરીયાદીની દિકરી તેનો પરિવાર સાથે મોરબીમાં મજુરી કામ અર્થે આવેલ હોય અને ભોગબનનારના આરોપી પતિએ મકાન માલીક આરોપીનુ મકાન માસીક રૂપિયા ૨૦૦૦ના ભાડેથી રાખેલ હોય, અને ભોગબનનારના પતિને કામધંધા ચાલતા ન હોય જેથી ભાડુ ચડત થઇ જતા ભાડુઆત ભોગબનનારના પતિની સમંતીથી ફરીયાદીની દિકરી સાથે સબંઘ રાખી અવાર નવાર શરીર સબંધ બાંધી મકાનમાલીક આરોપીએ દુષ્કર્મ આચરેલ હોય તેમજ મકાન માલીક આરોપીની નજર ફરીયાદીની દોહીત્રી જે સગીરવયની હોય તેવુ જાણવા છતા તેની સામે નજર બગાડી મકાન માલીક આરોપીએ ચડતભાડાની આડના કારણે સગીરવયની દિકરી સાથે સબંધ બાંધવા કહેતા આરોપી (પિતા)ની સમંતીથી સગીરવયની દિકરી ભોગબનનારને મજબુર કરી તેની સાથે મકાનમાલીક આરોપીએ લલચાવી ફોસલાવી અવાર નવાર શરીર સબંધ બાંધી ગુનો આચરેલ હોય.
તેમજ આ મકાનમાલીક આરોપીએ ફરીયાદીની દિકરી તથા સગીરવયની દોહીત્રી સાથે અવાર નવાર પોતાના રહેણાંક મકાને તેમજ આરોપીના રહેણાંક મકાને તેમજ ટંકારા ખાતે આરોપી મકાનમાલીકે સાથીના રહેણાંક મકાને અન્ય સહ આરોપીએ ફરીયાદીની દિકરી સાથે તેમજ મકાનમાલીક આરોપીએ સગીરવયની દિકરી સાથે દુષ્કર્મ આંચરી ગુનો કરેલ હોય.
જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી મકાનમાલીક તથા ભોગબનનારનો પતિ તથા અન્ય સહ આરોપી એમ કુલ-૩ આરોપીઓ વિરૂધ્ધ તા.૦૧/૦૫/૨૦૨૬ના રોજ બી.એન.એસ. તેમજ પોકસો એકટ હેઠળનો ગુનો રજીસ્ટર થયેલ છે. આ ગુનાના આરોપી પતિ-તથા મકાન માલીકને ઝડપી પાડેલ છે જેમાં આરોપી પતિ હાલ જેલ હવાલે છે અને મકાન માલીકના દિન-૧ ના રીમાન્ડ મેળવેલ છે. તેમજ ગુનામાં અન્ય સહ આરોપી ભાગતો ફરેછે તેની ધરપકડ કરવા ટેકનીકલ માધ્યમથી તેમજ ખાનગી બાતમીદારો થી આરોપી શોધી કાઢવા તજવીજ ચાલુ છે.