Homeગુજરાતમોરબીમોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં

મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં

મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડા રૂપીયા ૭૦,૧૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપીયા ૧,૨૦,૧૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, જેતપરથી દેવળીયા જવાના રસ્તે જેતપર ગામની સીમમા આવેલ પડતર ખરાબામાં ખુલ્લી જગ્યામા અમુક ઇસમો તીનપત્તીનો પતીનો જુગાર રમે છે, જેથી બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા કુલ-૦૯ ઇસમો રણજીતભાઇ મનસુખભાઇ પટેલ (ઉ.વ.૨૨) રહે.વેણાસર તા.માળીયા.(મીં), અભયભાઇ ભગવાનજીભાઈ પટેલ (ઉ.વ.૨૬) રહે.જેતપર તા.જી.મોરબી, અશ્વિનભાઇ હીરજીભાઇ પટેલ (ઉ.વ.૪૬) રહે.રવાપર તા.જી.મોરબી, ધર્મેન્દ્રભાઇ ગોકળભાઇ કોળી (ઉ.વ.૩૬) રહે.જેતપર તા.જી.મોરબી, માનસીંગભાઇ દેવાભાઇ કોળી (ઉ.વ.૫૫) રહે.વવાણીયા તા.માળીયા મીં.જી.મોરબી, નિપુલભાઇ જેન્તીભાઇ પટેલ ઉ.વ.૩૪ રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી, મયંકભાઇ તળશીભાઇ પટેલ ઉ.વ.૩૪ રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી, રાહુલભાઇ મનહરભાઇ બોસીયા ઉ.વ.૨૫ રહે.જેતપર તા.જી.મોરબી, મેહુલભાઇ લાભુભાઇ પટેલ (ઉ.વ.૩૬) રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબીવાળાને રોકડા રૂપિયા ૭૦,૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂપીયા ૧,૨૦,૧૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ આ રેઇડ દરમ્યાન અન્ય ચાર ઇસમો નાશી ગયેલ રાજુભાઇ કંડીયા (પાઉભાજીવાળા) રહે.જેતપર તા.જી.મોરબી, ઢેકરી અઘારા રહે. જેતપર તા.જી.મોરબી, રૂપેશ ઉર્ફે રૂપો કલોલા રહે.જેતપર તા.જી.મોરબી, રૂપેશ ઉર્ફે રૂપો કલોલા રહે. જેતપર તા.જી.મોરબી તેમજ આ રેઇડમાં પકડાયેલ તથા નહિ પકડાયેલ તેમ મળી કુલ-૧૩ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular