વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો ઝડપી પાડી કુલ ૧ કરોડ ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનોલસર્વેલન્સ સ્ટાફ જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ગેરકાયદેસર રીતે અને ઓવરલોડ ખનીજ ભરીને જતા ચાર વાહનો મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આ તમામ વાહનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબ્જે કર્યા છે.
પોલીસ દ્વારા અશોક લેલન કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર: GJ-13-AX-0892, ટાટા કંપનીનું ડમ્પર રજીસ્ટર નંબર: GJ-27 -TD-2406, અશોક લેલન કંપનીની ટ્રક રજીસ્ટર નંબર: GJ-03-BY-4694) અશોક લેલન કંપનીની ટ્રક રજીસ્ટર નંબર: GJ-11-VV-9618 મળી કુલ કિંમત રૂ. ૧,૧૦,૦૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.