મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હોય ત્યારે મોરબી-માળીયા હાઇવે પર ઓરબીટ-૨ શોપિંગ સેન્ટરમાં આવેલ ‘સીસો થાઈ સ્પા’ માં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્પામાં કામ કરતા ૪ વ્યક્તિઓના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં તેની નોંધણી કરાવવામાં આવી ન હતી. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ રાખવું ફરજિયાત હોવા છતાં, ત્યાં ડેટા રાખવામાં આવ્યો ન હતો. જેથી સ્પાના મેનેજર તરીકે ઓળખાતા બ્રીગલીંગસ્ટોન ગંગાપ્રસાદ રેન્ગ (રહે. ત્રિપુરા) એ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સાબિત થતા, તેમની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ- ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.