Homeગુજરાતમોરબીમાળીયા હાઈવે પર ગાડિ અથડાવાના જૂના મનદુઃખમાં યુવક પર ધારીયા અને ધોકા...

માળીયા હાઈવે પર ગાડિ અથડાવાના જૂના મનદુઃખમાં યુવક પર ધારીયા અને ધોકા વડે હુમલો 

માળિયા હાઇવે પર આવેલી વિશાલ હોટેલ પાસે ગાડી સામ-સામે આવી જવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ ઘટનામાં ગાડીઓ વડે એકબીજાનો પીછો કરવામાં આવ્યો હતો અને યુવક પર ધારીયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા વાડા વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા રફિકભાઈ કાદરભાઈ જેડા (ઉ.વ.૨૬) એ આરોપી મોશીન નુરાલીભાઇ મોવર, ફારૂક નુરાલીભાઇ મોવર, નુરાલી આમદભાઈ મોવર, વિરમભાઈ નુરાલીભાઇ મોવર, નવાજ ડાડા મોવર રહે. બધા માળિયા ત્રણ રસ્તા પાસે તા. માળીયા મીયાણાવાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી મોશીન સાથે અગાઉ સામ સામે ગાડી આવી જવા બાબતે બોલાચાલી થયેલ જેનુ મન:દુખ રાખી ફરીયાદી તથા સાથી વિશાલા હોટલે સ્કોર્પીયો ગાડી લઈ ચા પીવા ગયેલ ત્યારે આરોપી મોશીન ક્રેટા ગાડી નંબર GJ-36-AF-2029 વાળી લઈ આવી ફરીયાદી તથા સાથી સાથે જગડો કરી ગાળો બોલી તેમજ આરોપી ફારૂક થાર ગાડી નં. GJ-36-AC-4710 લઈ આવતા ફરીયાદી સ્કોર્પીયો ગાડીમાંથી નીચે ઉતરી ગ્રાઉન્ડમાં ઉતરી જતા સાથી નવાબ બીક ના લીધે સ્કોર્પીયો ગાડી લઈને ભાગતા આરોપી ફારૂક જાણતો હોય કે પીતાની થાર ગાડી પુરઝડપે તેમજ બેદરકારીથી ચલાવાથી કોઈ માણસનુ મૃત્ય થવાનો સંભવ હોવા છતા પો તાની હવાલા વાળી થાર ગાડી પુરઝડપે ચલાવી સાથી નવાબની સ્કોર્પીયો પાછળ કરતા ફરીયાદી હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલ હોય તેમને હડફેટે લઈ પાડી દઈ ફરીયાદિને ઈજા કરી તેમજ આરોપી નુરાઅલી એ ફરીયાદિ પાસે આવી ફરીયાદીને ગાળો આપી તેમજ સાથી નવાબ સ્કોર્પીયો ગાડી રોડ ઉપર મુકી ભાગી જતા આરોપી ફારૂકે પોતાની થાર ગાડી રીવેશમા લઈ સ્કોર્પીયો ગાડીના આગળના ભાગે ભટકાડી સ્કોર્પીયો નુકશાન કરી તેમજ ફરીયાદીના કાકા ઈસ્માઈલભાઈ વાડીએ આરોપીઓ મોશીન, ફારૂક, વીરમ, નવાઝ એમ બધા ક્રેટા તથા થાર ગાડીઓમાં ધોકા, છરી તથા ધારીયા જેવા હથીયારો સાથે સાથી નવાબ ને મારવા ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular