Homeગુજરાતમોરબીમોરબી; છેલ્લા ત્રણેક માસથી લુંટના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી; છેલ્લા ત્રણેક માસથી લુંટના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લુંટના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા-ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટનો ગુન્હો રજિસ્ટર થયેલ જે ગુન્હામા ફરીયાદી પોતાના ઘરે વાડી એ જતા તે વખતે રસ્તામાં એક મોટર સાયકલ સવાર બે અજાણ્યા ઇસમો આવી ને ફરીયાદી નુ મોટર સાયકલ નંબર GJ-36-AH-9236 વાળુ ઉભુ રખાવી ડરાવી ધમકાવી ફરીયાદી ને કપાળ ( લમણે ) એરગન ( બંદુક ) જેવુ હથિયાર રાખી ફરીયાદી એ ગળા માં પહેરેલ સોના નો દોઢ તોલા ચેઇન કી.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા ખીસ્સામાં રહેલ પાંચ હજાર રોકડા તથા એક ઓપો કંપની મોબાઇલ કી.રૂ. આશરે ૫૦૦૦/-એમ કુલ ૧,૬૦,૦૦૦/- ના મુદામાલની લુટ કરી નાશી જઈ ગુનો કર્યા હોય જે વણશોધયેલ હતો જે ગુન્હો ડિટેક કરીને અગાઉ એક આરોપી અટક કરવામા આવેલ હતો.

જેથી આરોપી સુખલ ઉર્ફે સુઘલબાબુ ઉર્ફે સુકુલ કુમાર અનિલભાઇ કોરી ઉ.વ.૨૮ રહે-હરીસિંહપુર થાના/તા-કિશની જી.મૈનપુરી વાળો છેલ્લા ત્રણ માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સુચના કરેલ હોય જે દરમ્યાન ઉત્તરપ્રદેશ રાજયના મૈનપુરી જીલ્લાના કિશની પોલીસ સ્ટેશન બી.એન.એસ. કલમ ૩૧૭(૨),૩,૨૫ મુજબના ગુનામાં આરોપી સુખલ ઉર્ફે સુઘલબાબુ ઉર્ફે સુકુલ કુમાર અનિલભાઇ કોરી (ઉ.વ.૨૮) રહે-હરીસિંહપુર થાના/તા-કિશની જી.મૈનપુરી વાળાને અટક કરેલ હોય જેથી આરોપીનુ નામદાર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટથી મેળવી સ્પેશયલ ડી.એ.એ.કોર્ટ,મૈનપુરી ખાતે જમા કરાવતા મૈનપુરી સબ જેલના પોલીસ જાપ્તો નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટમાંથી કબ્જો મેળવી આરોપીને તા-૧૨/૦૫/૨૦૨૬ ના રોજ અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેની આગળની તપાસ પો.સ.ઈ.સી.એસ. સોંદરવા નાઓ ચલાવી રહેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular