મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. “તું મારા ભાઈને કાતરૂ (તિરછી નજર) કેમ મારે છે?” તેમ કહી બે શખ્સોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના અયોધ્યાપુરી રોડ ડાયમંડ બેકરી સામે રહેતા જુબેરભાઈ રજાકભાઈ રાજા (ઉ.વ.૧૯) એ આરોપી સમીર ઉર્ફે સમલો મોવર રહે. માધાપર મોરબી તથા સોહિલ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સમીરએ ફરીયાદીને બોલાવી તેના ફુઇના દિકરા સોહિલને કાતરૂ કેમ મારે છે તેમ કહી ફરીયાદીના વાળ પકડી છરી વડે વાહાના ભાગે મારી આરોપી સોહિલએ ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી નીચે પાડી દેતા ફરીયાદીને આરોપીઓએ છરીના ઘા મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.