Homeગુજરાતમોરબીલાયન્સ ક્લબ મોરબી સિટીની ઉમદા કામગીરી: 1000 ચકલાઘર, માટીના કુંડા અને 85...

લાયન્સ ક્લબ મોરબી સિટીની ઉમદા કામગીરી: 1000 ચકલાઘર, માટીના કુંડા અને 85 સિમેન્ટના બાકડાઓનું વિતરણ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમા આ કાળઝાળ ગરમીમાં  ૧૦૦૦ ચકલા ઘર તથા એટલાજ માટીના પાણીના પરબિયાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સાથોસાથ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખ દિલેર દાતા લા હરખજીભાઈ ટી સુવારિયા ના સૌજન્યથી તેમના વતન રાજપર (કુ) ના મુક્તિધામમા તથા શિવજી મંદિરમા ૩૮ સિમેન્ટના બાકડા મુકવામાં આવ્યા કે જ્યાં ડાઘુઓ અને દર્શનાર્થીઓ વિસામો લય શકે આજ ભાવના સાથે નિઃશુલ્ક પ્રાકૃતિક ઉપચાર કેન્દ્ર સનાતન ધામ નાનાભેલા ખાતે દર્દીનારાયણોને પ્રાકૃતિકધામમા આયુર્વેદિક વૃક્ષોની છાયામાં કુદરતી આરામ મળે તે માટે ૩૨ સિમેન્ટના બાકડાઓ પણ મુકવામાં આવ્યા છે આ ઉપરાંત મોરબી મામલતદાર કચેરીમાં ૫ તથા રવાપર ઘુનડા રોડ પર ,૭ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા તરઘરી ગામે સિમેન્ટના ૩ બાકડા મુકવામાં આવ્યા છે એમ કુલ ૮૫ બાકડાઓ માનવીય સેવાઓ માટે મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત વૃક્ષોના રક્ષણ માટે ટોબરીયા હનુમાનજી ગૌશાળાના સંચાલક હરખજીભાઈ ટી સુવારિયાના દાન થકી ૫૦ લોખંડના પીંજરાના પણ આપવામાં આવ્યા છે જે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના માધ્યમ દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે જેમાં ૨૫ માનવ મંદિરમા ભીમનાથ મહાદેવ મંદિર સામે લજાઈ અને બાકીના ૨૫ મોરબીના અલગ અલગ સાર્વજનિક પ્લોટો તેમજ ગામડામાં આપવામાં આવ્યા છે આ સેવાકીય પ્રોજેક્ટમાં લાયન સભ્યો તેમજ સિમેન્ટ બાકડાના પ્રોજેક્ટમા પુર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા પુર્વ ખજાનચીઓ લા મણીલાલ જે કાવર લા નાનજીભાઈ મોરડીયા ઝેડ સી લા કેશુભાઈ દેત્રોજાની ઉપસ્થિતિમાં યોજાયો તેમ સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજાની યાદીમા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular