Homeગુજરાતમોરબીમાળીયાના જૂના અંજીયાસરમાં કૌટુંબિક ઝઘડામાં પરિણીતા પર હુમલો: પતિ સહિત ચાર સામે...

માળીયાના જૂના અંજીયાસરમાં કૌટુંબિક ઝઘડામાં પરિણીતા પર હુમલો: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકાના જૂના અંજીયાસર ગામે કૌટુંબિક કંકાસમાં એક પરિણીતા પર તેના જ પતિ અને સાસરી પક્ષના સભ્યોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકો બાબતે ચાલી રહેલી સામાન્ય બોલાચાલીમાં સમાધાન કરાવવા જવું પરિણીતાને ભારે પડ્યું હતું. આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જૂના અંજીયાસર ગામે રહેતા સાઈનાબેન ઉર્ફે સાહીનાબેન ફારૂકભાઈ મોવર (ઉ.વ.૨૪) એ આરોપી ફારૂક નીજામભાઇ મોવર, નીજામભાઇ હબીબભાઇ મોવર, સાઉદિન હબીબભાઇ મોવર, જુસબભાઇ નીજામભાઇ મોવર રહે.ચારેય ગામ જુના અંજીયાસર તા.માળીયાવાળા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમની મોટી બહેન સલમાબહેન અને તેના જેઠ હસનભાઇ બાળકો બાબતે સામાન્ય બોલાચાલી કરતા હોય અને ફરીયાદિ સમજાવા ગયેલ એ આરોપીઓને સારૂ ન લાગતા એ વાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા-જપી કરી ફરીયાદિને વાળ ખેચી નીચે પાડી દઈ શરીરે ઢીકા પાટુનો તથા ધોકા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular