Homeગુજરાતમોરબીટંકારાના મિતાણા ગામે ફેક્ટરીમાંથી 1.50 લાખના કોપર કેબલની ચોરી

ટંકારાના મિતાણા ગામે ફેક્ટરીમાંથી 1.50 લાખના કોપર કેબલની ચોરી

ટંકારા તાલુકામાં તસ્કરોએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. મિતાણા ગામની સીમમાં આવેલી એક ફેક્ટરીના ખુલ્લા મેદાનમાંથી તસ્કરો અંદાજે રૂપિયા ૧.૫૦ લાખની કિંમતના કોપર કેબલ ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ પર રહેતા અને મૂળ ધોરાજીના વાડોદર ગામના વતની મુકેશભાઈ નાથાભાઈ ઝાલાવાડીયા (ઉ.વ.૫૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારાના મિતાણા ગામની સીમમાં ‘ફલોરોન’ નામની ફેક્ટરી આવેલી છે. આ કારખાનાના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા કોપરના નાની-મોટી સાઈઝના કેબલના ગુંચળા, જેનું વજન આશરે ૧૫૦ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ નો મુદામાલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular