માળીયા મીયાણા તાલુકાના હરિપર ગામ પાસે મચ્છુ નદીના કાંઠે ઈન્સ્ટાગ્રામમા મેસેજ કરવાની શંકાએ એક યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા ખારાવાંઢ વિસ્તારમાં રહેતા અને મજૂરી કરતા યુનુસ સાવદીનભાઈ મોવર (ઉ.વ.૧૮) એ આરોપી સલીમ સુભાનભાઈ કટીયા, સદીક ઉર્ફે સદો સુભાનભાઈ કટીયા રહે. બન્ને નવજીવન હોટલ પાસે માળીયા તથા ફારૂકભાઈ રહે. નવા અંજીયાસરવાળા વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પર આરોપીની દીકરીને કોઈ ઈનસ્ટાગ્રામમા કોઈ મેસેજ કરતુ હોય એ વાતનો ખોટો વહેમ રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા-જપી કરી ધોકા વતી ફરીયાદિને માર મારી મુઢ ઈજા કરી તથા ફરીયાદિના માથાના ભાગે છરીના હાથાનો ભાગ મારી મુંઢ ઈજા કરી તથા આરોપીઓએ ફરીયાદિને પકડી રાખી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.