મોરબી શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. નવયુગ વિદ્યાલયની તેજસ્વી વિદ્યાર્થીની સવસાણી સાક્ષી ચિરાગભાઈએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં અદભુત પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.
સાક્ષીએ કુલ 600માંથી 591 ગુણ મેળવીને 99.99 PR અને 98.50% હાંસલ કર્યા છે, જે તેને ગુજરાત બોર્ડમાં અગ્રેસર બનાવે છે. સાક્ષીના માતા-પિતા બન્ને શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જેનાથી શિક્ષણનું મજબૂત આધાર તેને ઘરેથી જ મળ્યો છે. મૂળ થોરાળા ગામની સાક્ષી હાલમાં મોરબીના ન્યુ ચંદ્રેશ સોસાયટી, ઉમા પેલેસ વિસ્તારમાં રહે છે.
તેની આ ભવ્ય સિદ્ધિ પાછળ સતત મહેનત, શિસ્ત અને પરિવારનું માર્ગદર્શન રહેલું છે. સાક્ષીએ પોતાની સફળતા દ્વારા માત્ર પરિવાર જ નહીં, પરંતુ શાળા , થોરાળા ગામ અને મોરબી શહેરનું નામ પણ રોશન કર્યું છે. સાક્ષી સવસાણીને દિલથી અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ!