મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગ ફરતા ફરતા મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ નજીક મોરબી જેતપર રોડ ઉપર આવતા મોરબી તરફથી એક નંબર વગરનુ કાળા કલરના મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમા એક ઇસમ નિકળતા તુરત તેને રોકી તેની પાસેના મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમને આ મોટર સાયકલની આર.સી. બુક તથા લગત કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી આ મો.સા.ના ચેસીસ નંબર તથા એન્જીન નંબર આધારે સર્ચ કરાવતા આ મોટર સાયકલના રજીસ્ટર નં. GJ-12-BC-9121 વાળા હોય જેથી ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તથા ઇસમ ઉશ્માનભાઇ કાસમશા શેખ જાતે.મુસ્લીમ ઉવ.૩૩ ધંધો.મજુરી રહે.મુળ પ્રાગપર તા.રાપર જી. કચ્છ-ભુજવાળાની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઇ) મુંજબ ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.