Homeગુજરાતમોરબીહળવદના ચરાડવામા જુની અદાવતનો રાખી દંપતી પર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો 

હળવદના ચરાડવામા જુની અદાવતનો રાખી દંપતી પર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો 

હળવદ તાલુકાના ચરાડવા ગામે જૂના ઝઘડાનું વેર રાખી એક જ પરિવારના ત્રણ શખ્સોએ દંપતી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને હાલ વડોદરા ક્રુણાલ ચાર રસ્તા નજીક સમતા સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં રીટાબેન પિન્ટુભાઈ હળવદીયા (ઉ.વ.૩૦) એ આરોપી અમીત મનોજભાઈ હળવદીયા, ધર્મેશ મનોજભાઈ હળવદીયા તથા વીરૂ મનોજભાઈ હળવદીયા રહે. ત્રણેય ચરાડવા રાજલનગર હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી ફરીયાદી તથા ફરીયાદના પતિ પીન્ટુભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ભુડાબોલી ગાળો આપતા ફરીયાદી તથા સાથી ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાથીને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular