વાંકાનેર શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોલાચાલીની અદાવત રાખીને એક યુવાન પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ત્રણ શખ્સોએ ભેગા મળીને યુવાનને ગાળો આપી, લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગર શેરી નંબર -૦૩ માં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સદવાણી (ઉ.વ.૨૭) એ આરોપી જતીનભાઇ લાલજીભાઇ સારદીયા, મેરુભાઇ લાલજીભાઇ સારદીયા, તથા દિપકભાઇ ગીરધરભાઇ સારદીયા રહે બધા આરોગ્યનગર વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી મેરુભાઇ સાથે થોડા દિવસ પહેલા બોલાચાલી થયેલ હોય જે બાબતનો દાઝ રાખી આરોપીઓએ ફરીયાદીને સાથે ગાળાગાળી કરી ધોકા વડે મારમારી જો આ બાબતે કેસ કરીશ તો માર મારવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.