Homeગુજરાતમોરબીમોરબી-હળવદ હાઈવે પર આંદરણા પાસે ડમ્પર સાથે બાઈક અથડાતાં બે યુવાનો ઈજાગ્રસ્ત

મોરબી-હળવદ હાઈવે પર આંદરણા પાસે ડમ્પર સાથે બાઈક અથડાતાં બે યુવાનો ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં મોરબી હળવદ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેફામ ડમ્પર ચાલકે અચાનક ડમ્પર આડુ નાખતા બાઈક ડમ્પર સાથે અથડાતા બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હોય જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા દેવજીભાઈ રાજુભાઈ સારલા (ઉ.વ. ૧૯)એ આરોપી ટ્રક ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એક્સ-૧૧૬૧ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેનો નાનો ભાઈ અલ્પેશ તેના ભાઈ ગોપાલભાઈનું મોટરસાયકલ હોન્ડા કંપનીનું એસ.પી.૧૨૫ રજીસ્ટર નંબર GJ-36-AB-2157 વાળું લઈને મોરબી ખાતે આવતા હતા ત્યારે હળવદ મોરબી રોડ ઉપર આંદરણા ગામ તથા નીચી માંડલ ગામ વચ્ચે Q7 સીરામીક કારખાનાની સામે પહોંચતા ટ્રક ડમ્પર રજીસ્ટર નં.GJ-36-X-1161 ના ચાલકે પોતાનો ટ્રક ડમ્પર બેદરકારીથી ચલાવી અચાનક રોડમાં આડો નાખતા ફરિયાદિનું મોટરસાયકલ તેની સાથે અથડાઈ જતા ફરિયાદી તથા તેનો ભાઈ અલ્પેશ મોટરસાયકલ સાથે નીચે પડી જતા ફરિયાદિને તથા તેના ભાઈ અલ્પેશને ઈજાઓ પહોંચી હોય જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular